મોરબી : મોરબી શહેરમાં રહેતો એક યુવક અકસ્માતે ધાબા પરથી પડી ગયો હતો. જેથી, તેને ગંભીર ઇજા પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 16ના રોજ મોરબી શહેરમાં રહેતા ભરતભાઇ કરમશીભાઇ પરમાર (ઉ.વ. ૨૯, રહે. કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ, કૈણકડાની વાડી) અવની ચોકડી નજીક ગોડ ગીફ્ટ એપાર્ટમેન્ટના ધાબા ઉપર પ્લમ્બીંગ કામ કરતા હતા. ત્યારે અકસ્માતે ધાબા ઉપરથી આશરે ૬૦ થી ૭૦ ફુટની ઉચાઇએથી નીચે પડી ગયા હતા. જેના લીધે તેઓના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને તેઓનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. પોલીસે આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.