મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામ નજીક આવેલા સીરામીક કારખાનામાં એક યુવકને ઇલેક્ટ્રિક શોટ લાગતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા.16ના રોજ મોરબી તાલુકાના રંગપર ગામમાં રહેતા 32 વર્ષીય અશ્વીનભાઇ સવજીભાઇ અંદરપાને લીનોરા વીટ્રીફાઇડ સીરામીકના કારખાનામાં કામ કરતી વખતે ઇલેકટ્રીક શોક લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.