ગુરુવાર(6pm) : વાંકાનેર શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

- text


મોરબી જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો પોહચ્યો 152 પર

વાંકાનેર : મોરબી જિલ્લામાં આજે ગુરુવારે બપોરે હળવદમાં એક કોરોનાનો કેસ નોંધાયા બાદ સાંજે આજનો બીજો કેસ વાંકાનેર શહેરમાં નોંધાયો છે. જેમાં વાંકાનેરની અરૂણોદય સોસાયટીમાં રહેતા 60 વર્ષના વૃદ્ધ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંકડો 152 થઈ ગયો છે.

- text

વાંકાનેર શહેરમાં નોંધાયેલા નવા કેસની મળતી વિગત મુજબ વાંકાનેરની અરૂણોદય સોસાયટી કે જ્યાં વકાનેરનો સૌ પ્રથમ કેસ નોંધાયો હતો તે સોસાયટીમાં જ રહેતા કોકિલાબેન પરમાર (ઉ.60)નો રિપોર્ટ કોરોના પોઝિટિવ જાહેર થયો છે. આ વાંકાનેરનો 20મો કેસ છે. વાંકાનેર તાલુકામાં 20 કોરોના કેસમાંથી 5 લોકો સારવારમાં છે જ્યારે 14 લોકો સાજા થઈ ગયા છે અને એક કોરોના દર્દીનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે આજ ગુરુવારના સાંજના 6 વાગ્યા સુધીમાં નવા બે કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસની કુલ સંખ્યા 152 થઈ ગઈ છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text