મોરબી : રાષ્ટ્રીય જ્યોતિષ એવમ રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાન - ઉજ્જૈન દ્વારા મોરબીના શાસ્ત્રી જીજ્ઞેશભાઇ સી. પંડ્યાને સંસ્થાનના ગુજરાત રાજ્યના પ્રદેશ કાર્યકારિણીના સદસ્ય તરીકે નિયુક્ત કર્યા છે. ભારત વર્ષના દિગ્ગજ જ્યોતિષીઓ આ જ્યોતિષ સંસ્થાના સદસ્યોના તરીકે કાર્યરત છે. આ તકે શાસ્ત્રી જિજ્ઞેશભાઇના પરિવારજનોએ શુભેચ્છા પાઠવેલ છે.