હળવદ : હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામમાં ગઈકાલે એક ખુલ્લા કુવામાં ગૌમાતા પડી ગયેલ હતા. આ બનાવની જાણ માલધારી યુવા સંગઠન - મોરબીના સુંદરી ભવાની ગામના સભ્ય મુકેશભાઈ ભરવાડ અને મેહુલભાઈ ભરવાડને થતાં તેઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમજ અન્ય ગ્રામજનોના સહયોગથી ગૌમાતાને બચાવીને ઉમદા કાર્ય કર્યું હતું.