બુધવારના નવા 14 કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસનો આંકડો 150એ પોહચ્યો મોરબી, હળવદ : મોરબી જિલ્લામાં બુધવારે સાંજે 5 વાગ્યા સુધીમાં 6 કેસ નોંધાયા બાદ સાંજે 6.30 વાગ્યે જિલ્લામાં વધુ 8 કેસ નવા નોંધાયા છે. જેમાં હળવદમાં બે અને મોરબી શહેરમાં વધુ 6 કેસ નોંધાયા છે. આ સાથે આજ બુધવારના નવા કેસની કુલ સંખ્યા 14 થઈ ગઈ છે અને મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 150 થઈ ગયો છે. મોરબી જિલ્લામાં સાંજે 6.30 વાગ્યે જાહેર થયેલા નવા 8 કેસની મળતી વિગત મુજબ મોરબી શહેરમાં વાવડી રોડ પર શ્રીજી સોસાયટીમાં આવેલા રવિ પાર્ક આ રહેતા ગણેશભાઈ ગંગારામભાઈ રાણપરિયા (ઉ.64) તેમજ મોરબી શહેરમાં રહેતા કંડીયા મહેશભાઈ ગણેશભાઈ (ઉ.46), મોરબી શહેરમાં રહેતા સવજીભાઈ ભગવાનજીભાઈ કંડીયા (ઉ.70) તેમેજ મોરબી શહેર, સિપાઈવાસમાં રહેતા સોયબભાઈ મોહમંદભાઈ રાઠોડ (ઉ.27) અને મોરબી શહેર, સિપાઈવાસમાં જ રહેતા ગનીભાઈ ઇબ્રાહિમભાઈ (ઉ.40) તથા મોરબી શહેરમાં માધાપર વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ હીરાભાઈ ડાભી (ઉ.55)નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત હળવદ તાલુકાના ધનાળા ગામે વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જાડેજા બળવંતસિંહ લાલુભા (ઉ.60) અને ગોહિલ જાનવી મહેશભાઈ (ઉ.9)નો રિપોર્ટ કોરોના પોઝિટિવ જાહેર થયો છે. જ્યારે આજે 6.30 વાગ્યે જાહેર થયેલા ઉપરોક્ત 8 કેસના રિપોર્ટ જામનગર લેબોરેટરીમાં પોઝિટિવ જાહેર થયેલ છે. અત્યારના નવા 8 કેસ સાથે આજે મોરબી જિલ્લામાં કુલ 14 નવા કેસ નોંધાયા હતા. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 150એ પોહચી ગયો છે. 15 જુલાઈ, બુધવારે નોંધાયેલા નવા કેસની વિગત 1) ટંકારા શહેર, ત્રણ હાટડી શેરી : ભાનુબેન નટુભાઈ પ્રજાપતિ (ઉ.60) 2) મોરબી શહેર, પારેખ શેરી : પ્રતાપભાઈ જેચંદભાઈ પાટડીયા (ઉ.63) 3) મોરબી શહેર, નવડેલા રોડ, ઘાંચી શેરી : મેમુનાબેન મહંમદભાઈ મકવાણા (ઉ.63) 4) મોરબી શહેર, ઘાંચી શેરી, ફારુકી મસ્જિદ નજીક : અબ્દુલભાઈ સતારભાઈ પરમાર (ઉ.66) 5) મોરબી તાલુકો, જુના મકનસર ગામ, રેલવે સ્ટેશન નજીક : પંકજભાઈ પરમાર (ઉ.26) 6) મોરબી શહેર, જીઆઇડીસી પાછળ, બુટ્ટાની વાડી : દયારામભાઈ નવઘણભાઇ પરમાર (ઉ.50) 7) મોરબી શહેર, વાવડી રોડ, શ્રીજી સોસાયટી, રવિ પાર્ક : ગણેશભાઈ ગંગારામભાઈ રાણપરિયા (ઉ.64) 8) મોરબી શહેર, આલાપ રોડ, સતાધાર પાર્ક 2, સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ : કંડીયા મહેશભાઈ સવજીભાઈ (ઉ.46) 9) મોરબી શહેર, આલાપ રોડ, સતાધાર પાર્ક 2, સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ : સવજીભાઈ ભગવાનજીભાઈ કંડીયા (ઉ.70) 10) મોરબી શહેર, સિપાઈવાસ : સોયબભાઈ મોહમંદભાઈ રાઠોડ (ઉ.27) 11) મોરબી શહેર, સિપાઈવાસ : ગનીભાઈ ઇબ્રાહિમભાઈ (ઉ.40) 12) મોરબી શહેર, માધાપર વિસ્તાર : ગોપાલભાઈ હીરાભાઈ ડાભી (ઉ.55) 13) હળવદ તાલુકો, ધનાળા ગામ : જાડેજા બળવંતસિંહ લાલુભા (ઉ.60) 14) હળવદ તાલુકો, ધનાળા ગામ : ગોયેલ(રબારી) જાનવી મહેશભાઈ (ઉ.9)