મોરબી જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસ થયા 142 મોરબી : મોરબી જિલ્લામાં થોડી થોડી કલાકોની અંતરે જુદા જુદા વિસ્તારો કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. આજે બુધવારે સાંજે 4 વાગ્યા પહેલા પાંચ કેસ નોંધાયા બાદ મોરબીમાં વધુ એક નવો કેસ જીઆઇડીસી પાછળના વિસ્તારમાં નોંધાયો છે. આ સાથે આજના કુલ કેસ 6 અને મોરબી જિલ્લાના અત્યાર સુધીના કુલ કેસ 142 થઈ ગયા છે. બુધવારે સાંજે 4.45 વાગ્યે સામે આવેલા નવા કેસની મળતી વિગત મુજબ મોરબી શહેરના જીઆઇડીસી પાછળના વિસ્તારમાં રહેતા દયારામભાઈ નવધારભાઈ (ઉ.50)નો રિપોર્ટ કોરોના પોઝિટિવ જાહેર થયો છે. તેમનું સેમ્પલ જામનગર લેબમાં મોકલાયુ હતું. જ્યાં ગઈકાલે તેમનો રિપોર્ટ પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો અને આજે તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ જાહેર કરાયો હતો. આ સાથે મોરબી જિલ્લામાં આજે બુધવારે નવા કેસની સંખ્યા 6 થઈ ગઈ છે અને કુલ કેસની સંખ્યા 142 પર પોહચી ગઈ છે. 15 જુલાઈ, બુધવારે નોંધાયેલા નવા કેસની વિગત 1) ટંકારા શહેર, ત્રણ હાટડી શેરી : ભાનુબેન નટુભાઈ પ્રજાપતિ (ઉ.60) 2) મોરબી શહેર, પારેખ શેરી : પ્રતાપભાઈ જેચંદભાઈ પાટડીયા (ઉ.63) 3) મોરબી શહેર, નવડેલા રોડ, ઘાંચી શેરી : મેમુનાબેન મહંમદભાઈ મકવાણા (ઉ.63) 4) મોરબી શહેર, ઘાંચી શેરી, ફારુકી મસ્જિદ નજીક : અબ્દુલભાઈ સતારભાઈ પરમાર (ઉ.66) 5) મોરબી તાલુકો, જુના મકનસર ગામ, રેલવે સ્ટેશન નજીક : પંકજભાઈ પરમાર (ઉ.26) 6) મોરબી શહેર, જીઆઇડીસી પાછળ : દયારામભાઈ નવધારભાઈ (ઉ.50) મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/