ફાયર બ્રિગ્રેડ વિભાગે લાશ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી મોરબી: મોરબીની કાલીન્દ્રી નદીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. માળિયા ફાટક નજીકથી પસાર થતી કાલીન્દ્રી નદીમાંથી એક યુવાનનો મૃતદેહ હોવાની જાણ થતા ફાયરની ટીમે સ્થળ પર દોડી જઈને મૃતદેહને બહાર કાઢીને પી.એમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. આ બનાવની મોરબી ફાયર બ્રિગ્રેડ વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના માળીયા ફાટક પાસે આવેલ કાલીન્દ્રી નદીમાં યુવાનનો મૃતદેહ હોવાની જાણ થતા મોરબીથી ફાયર બ્રિગ્રેડ વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ફાયર બીગ્રેડની ટીમે કાલીન્દ્રી નદીમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢીને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસે આ બનાવની નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા અને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.