મોરબી : મોરબી તાલુકાના શનાળા ગામમાં રહેતા કારખાનેદારે આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.મોરબી તાલુકાના રાજપર રોડ પર પટેલ સમાજની વાડી સામે પાણીના ટાંકાની બાજુમાં આવેલ શક્તિ એન્જીનીંયરીંગ નામના લેથના કારખાનામાં કારખાનાના માલિક દિલીપભાઇ મગનભાઇ પાડલીયા (ઉ.વ.૪૭, રહે. શનાળા ગામ, શક્તિ માતાજીના મંદિરની સામે)એ ગઈકાલે તા. 14 જુલાઈના રોજ સિમેન્ટના પતરાને સપોર્ટ આપવા માટે લોખંડની ઇંગલ મારેલ તેની સાથે હાઇડ્રોલીકનો વજન ઉપાડવાના બેલ્ટ બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. કારખાનેદારે લોકડાઉનથી કામ-ધંધા બંધ હોય, તે બાબતે આર્થિક સંકળામણમાં આવી જતા અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે આ બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.