મોરબી : મોરબી તાલુકાના કાલિકાનગર ગામમાં રહેતા એક પરપ્રાંતીય યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબી તાલુકાના કાલિકાનગર ગામે આવેલ તુલસી મિનરલ્સમાં રહીને કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના રહેવાસી ગુડુભાઈ લલ્લુભાઈ સૌર (ઉ.વ. 45)એ તુલસી મિનરલ્સ કારખાના સામે લીમડાની ડાળી સાથે પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.