ટંકારા : હાલમાં કોરોના વાયરસની મહામારીના પગલે ગ્રામજનોની સલામતીને ધ્યાનમાં રાખીને ટંકારા તાલુકાના નસીતપર ગામની પંચાયત દ્વારા ગામમાં કોઈ પોઝીટીવ કેસ ના આવે તે માટે જાહેર સૂચનો આપવામાં આવ્યા છે. જે નીચે મુજબ યાદીમાં જણાવવામાં આવેલ છે. 1. નસીતપર ગામમાં રહેતા તમામ કુટુંબોએ સગા-વ્હાલાઓને ગામમાં ના આવે તેવી સ્વૈચ્છીક અપીલ કરવી. 2. મૂળ નસીતપર ગામના પરંતુ અન્ય જગ્યાએ રહેતા લોકોએ તા. 15 જુલાઈ સુધી ગામમાં આવી સેલ્ફ ક્વોરેન્ટાઇન થવું. ત્યારબાદ આવતા તમામ લોકોને જાણ આરોગ્ય વિભાગને કરી તેઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. 3. નસીતપર ગામમાં આવતા ફેરિયાઓને ગ્રામજનો અટકાવે, તેમ છતાં ના માને તો ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવે.