મોરબી : મોરબીના સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ ડો. બી. કે. લહેરુ દ્વારા બેંકના કામમાં સીનીયર સીટીઝનને અગ્રતા આપવા અંગે અમદાવાદમાં આવેલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. તેઓએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ગત તા. 10 જુલાઈના રોજ તેઓ મોરબીમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાં સરકારી ચલણ ભરવા ગયેલ હતા. ત્યારે લાઈનમાં 30 વ્યકિત યુવાન હતા. અને તેઓ માત્ર એક જ સીનીયર સીટીઝન હતા. આ અંગે બેંક મેનેજરને વાત કરતા મેનેજરે વ્યવસ્થા કરૂ છું, તેમ કહ્યું. પરંતુ કોઈપણ જાતની વ્યવસ્થા ન કરતા તેઓએ એક કલાક ઉભા રહેવુ પડયું. વધુમાં, તેઓએ જણાવ્યું છે કે બીજા રાજયમાં સીનીયર સીટીઝનને અગ્રતા આપવામાં આવે છે. ગુજરાત સરકારમાં પણ સીનીયર સીટીઝનને અગ્રતા આપવાનો પરિપત્ર છે. તો આ પરિપત્રની અમલવારી કરી દરેક બેંકમાં સીનીયર સીટીઝનને અગ્રતા મળે તેવી અપીલ કરવામાં આવી છે.