અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘની ન્યાય આપવાની માંગ સાથે જિલ્લા કલેકટરને રજુઆત મોરબી : મેસર્સ યુનાઇટેડ શિપર્સ લી. દ્વારા 48 કર્મચારીઓની ખોટી રીતે છટણી કરી નાખ્યાની રાવ સાથે અખિલ ભારતીય મજદૂર સંઘ દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરી ન્યાયની માંગણી ઉઠાવવામાં આવી છે. અખિલ ભારતીય મજદૂર સંઘ દ્વારા જિલ્લા કલેકટરને રજુઆતમાં જણાવાયું હતું કે યુનાઇટેડ શિપર્સ લી. માં દરરોજ 12 કલાક લોડિંગ- અનલોડિંગની ફરજ બજાવતા 48 કર્મચારીઓના 4 કલાકના ઓવર ટાઇમના નાણાં વસૂલવા મોરબી લેબર કોર્ટ અને જામનગર લેબર કોર્ટમાં દાવો દાખલ કરેલ છે. 48 પૈકી 40 કર્મચારીઓ નવલખી પોર્ટ ઉપર તેમજ 8 કર્મચારીઓ નવા પોર્ટ- જામનગર ખાતે ફરજ બજાવે છે. આ 48 કર્મચારીઓની સંસ્થાએ તા.30 જૂન 2020ના રોજ ગેરકાયદે છટણી કરીને ફરજમાંથી છુટા કરેલ છે. સંસ્થા દ્વારા લેબર કોર્ટની મંજૂરી લીધા વગર જ જુના કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા છે.અને આ અંગે હાઇકોર્ટમાં કેવીએટ દાખલ કરેલ છે. તો આ મામલે ત્વરિત કાર્યવાહી કરી કર્મચારીઓને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ છે.