કોરોનાના કારણે સમૂહલગ્ન મેળાવડાના બદલે જે તે કન્યાના ઘરે 10 ડિસેમ્બરે ફેરા લેવાશે મોરબી : આ વર્ષે કોરોના મહામારીના કારણે સમૂહ લગ્ન મેળાવડા કરવા ઉપર પ્રતિબંધ હોવાથી મોરબીમાં વરિયા પ્રજાપતિ સમૂહ લગ્ન મુલતવી રાખવા પડે તેમ છે. આ વર્ષે મોરબીના વરિયા પ્રજાપતિ જ્ઞાતિની કન્યાઓના લગ્ન કરવા પડે તેમ છે. તેવા કુંટુબો માટે સમૂહ લગ્ન સમિતિના સહયોગ દ્વારા ઘરે લગ્નપ્રસંગનું આયોજન કરેલ છે. આ વર્ષે તા. 25 નવેમ્બર તથા 10 ડિસેમ્બર એવી તારીખ જ શુભ લગ્ન મુહુર્ત આવે છે. ત્યારપછી 4 મહિના એકપણ શુભ મુહુર્ત નથી. આથી, સમૂહ લગ્ન સમિતિએ આગામી તા. 10 ડિસેમ્બરના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. આમા જે કન્યા નામ લખાવે તે કન્યાના ફેરા તેમજ જમણવાર તેમના ઘરે (50 વ્યકિત બંન્ને પક્ષના થઈને) સરકારના ધારાધોરણ મુજબ માસ્ક પહેરીને તેમજ સોસીયલ ડિસ્ટસીંગનું પાલન કરવાનું રહેશે. જેમાં કન્યા પક્ષે 5000 ફી ભરવાની રહેશે. જે સમૂહ લગ્ન સમિતિ કન્યાને પરત આપશે. આ વર્ષે જે ફાળો આવશે તે ફાળો કન્યાને કરીયાવર રૂપે ઘરે પહોંચાડવામાં આવશે. આ આયોજનમાં જોડાશે તેને મેરેજ સર્ટિફિકેટ તેમજ કુંવરબાઈના મામેરાના દરેક કાગળો આપવાના રહેશે. તેમજ નામ લખાવનારે 1 મહિના અગાઉ અથવા 1 મહિના પાછળ કોઇપણ ઘરે લગ્ન પ્રસંગો ન ગોઠવી આ કાર્યમાં સાથ સહકાર આપવા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ગોકળભાઈ અણદાભાઈ ભોરણીયાએ યાદીમાં જણાવેલ છે.