મોરબી : વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યું છે. હજુ સુધી કોરોના સામે વેક્સીન જાહેર કરવામાં આવી નથી. આવા સમયમાં કોરોનાથી રક્ષણ મેળવવા સોસીયલ ડિસ્ટન્સ જાળવવું તથા રોગ પ્રતિકારક શક્તિ વધારવી આવશ્યક છે. ત્યારે મોરબી જિલ્લાના નવી પીપળી ગામમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.ગઈકાલે તા. 13ના રોજ નવી પીપળી પ્રાથમિક શાળાના આચાર્ય અને ગામના મેડિકલ સ્ટાફ દ્વારા શાળા ખાતે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સરપંચ પ્રવિણસિંહ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મીતા વ્યાસ, આચાર્ય મહાદેવભાઈ રંગપરીયા પી.એચ.ડબ્લ્યુ. નસીમબેન દલવાણી, અંકિતભાઈ મકવાણા, આશાબેન, કવિતાબેન અને ચંપાબેનએ જહેમત ઉઠાવી હતી. તેમજ કોરોના અંગે ગ્રામજનોને જાગૃત કર્યા હતા.