કોરોનાના કેસો વધતા મોરબી માર્કેટીંગ યાર્ડ એસો.એ સ્વૈચ્છિક નિર્ણય જાહેર કર્યો મોરબી : મોરબીમાં હમણાંથી કોરોનાના કેસોનું પ્રમાણ વધી ગયું છે. આથી, કોરોનાથી બચવા માટે વધુ એક એસોસિએશને સ્વૈચ્છિક નિર્ણય જાહેર કર્યો છે. જેમાં મોરબીના માર્કેટિંગ યાર્ડ એસોસિએશન દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન પાળવાની કરાઈ જાહેરાત કરાઈ છે. મોરબીમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને યાર્ડના વેપારીઓ સવારના 8 થી સાંજના 5 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખશે અને સાંજે પાંચ વાગ્યા બાદ સ્વૈચ્છીક લોકડાઉન પાળવામાં આવશે તેવો નિર્ણય જાહેર કરાયો છે. મોરબીના માર્કેટિંગ યાર્ડ એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક નિર્ણય જાહેર કરાયો છે કે મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનના વધી રહેલા કેસોને ધ્યાને લઈને સાવચેતીના ભાગરૂપે માર્કેટિંગ યાર્ડના તમામ કરીયાણાના વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી યાર્ડમાં આવેલી તમામ દુકાનો સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે અને સાંજના પાંચ વાગ્યા પછી સ્વૈચ્છિક લોકડાઉન પાળવામાં આવશે તેવું જણાવ્યું છે. સાથે સાથે કોરોનાથી બચવા માટે લોકોને માસ્ક પહેરવા અને સેનેટાઇઝનો ઉપયોગ કરવા તથા સરકારની ગાઇડ લાઈનનું પાલન કરવાની અપીલ કરી છે.