મોરબી : હાલમાં સમગ્ર રાજયની સાથે મોરબી જિલ્લામાં કોરોના વાઇરસ(Coivid-19) ના કેસોની સંખ્યામાં દિન-પ્રતિદિન ખુબ જ ઝડપથી વધારો થઇ રહેલ છે. નોવેલ કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા લોકોની ભીડ એકત્રીત ન થાય તેમજ સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન થાય તેમજ આ ગંભીર ચેપી રોગને ફેલાતા અટકાવવા, અરજદારોને અટકાવવા માટે તકેદારી રાખવી ખુબ જ જરૂરી હોય તા. ૩૧-૦૭-૨૦૨૦ સુધી જિલ્લા સેવાસદન, મોરબી ખાતે અરજદારશ્રીઓને આવવા ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવેલ છે. ફકત કર્મચારીઓને જ પ્રવેશવા દેવામાં આવશે.’’ તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લાની યાદીમાં જણાવાયું છે. અત્યંત આવશ્યક હોય તેઓને ખાસ કિસ્સામાં શરતોને આધિન સંબંધિત અધિકારીની પરવાનગીથી જ પ્રવેશ આપવામાં આવશે. અરજદારઓએ/કર્મચારીઓએ ફરજીયાત માસ્ક/રૂમાલથી પોતાનું મોં ઢાકીને જ કચેરીમાં આવવાનું રહેશે. અરજદારઓએ કચેરીમાં પ્રવેશતા પહેલા સંબંધિત અધિકારીની મંજુરીની ખરાઇ કરાવવાની રહેશે. પ્રવેશદ્વાર ખાતે રાખવામાં આવેલ રજીસ્ટરમાં પોતાની વિગતો નોંધાવ્યા બાદ જ કચેરીમાં પ્રવેશ કરવાનો રહેશે. પોતાનું કામ પુરૂ થયે તુરંત જ કચેરી છોડી દેવાની રહેશે. કચેરીમાં ધુમ્રપાન કે જ્યાં ત્યાં થુકવાનું રહેશે નહિ.