મોરબી : મોરબીમાં જીવદયા પ્રવૃત્તિ કરતી સંસ્થા કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આ વર્ષે ફરી એકવાર અને અંતિમ વાર રોપાઓનું વિનામૂલ્યે વિતરણ ગત તા. 11 જુલાઈથી શરૂ કરવામાં આવ્યું છે. જે કોઈ વૃક્ષપ્રેમીઓને વૃક્ષોના રોપાઓ જોતા હોય એ કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતેથી રોપા વિનામૂલ્યે મેળવી શકે છે. હાલમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી આ ચોમાસાનું અંતિમ રોપા વિતરણ છે, માટે 'વહેલા તે પહેલાં'ના ધોરણે રોપા આપવામાં આવશે. આ આયોજનમાં સવન, શેતુર, લીમડો, આસોપાલવ, બીલી, લીંબુ, બદામ, ગોરસ આંબલી, ખાટી આંબલી, ગૂંદો, જામફળ, આંબળા, જાસૂદ, દાડમ, પીપળો, વડ, સીતાફળ, ગરમાળો, લીમડા, મીઠો લીમડો, ટેકોમાં સહિતના રોપાઓ મળશે. જે કર્તવ્ય જીવદયા કેન્દ્ર (રવાપર ઘૂનડા રોડ, કેશવ ગૌશાળા- માધવ ગૌશાળા પાસે, હરિ ૐ સ્ટોન પછી, મોરબી) ખાતે સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન તથા સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન મળશે. જે લોકો રોપા લેવા આવે એમને ફરજીયાત માસ્ક પહેરી આવવુ અને શરદી ઉધરસ કે તાવ જેવું જણાય તો રોપા લેવા આવવું નહીં. તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.