બે શખ્સો સામે હળવદ પોલીસ મથકે ગુનો નોંધાયો હળવદ : હળવદમાં અંગત અદાવત મામલે એક મહિલા સહિત શખ્સો મહિલાના ઘરમાં ઘુસી તેણીને માર મારીને ઘરમાં તોડફોડ કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ પરથી બે શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર લક્ષ્મીબેન ત્રિભોવનભાઇ અધારા (ઉવ ૫૦, ધધો ઘરકામ, રહે ઉમા -૨, સરા રોડ, હળવદ) એ આરોપીઓ ધર્મીષ્ઠા અંબારામભાઇ દલવાડી (રહે લીમડી) ગોપાલભાઇ પીતામ્બરભાઇ લકુમ (રહે મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે તા.૧૨ ના રોજ ઉમા સોસાયટી ફરીયાદીના ઘરે બનેલા આ બનાવમા આરોપીઓ પોતાની ફોરવ્હીલ ગાડી નં જી.જે.૩૬-આર-૦૩૦૮ વાળી લઈ આવી ફરીયાદીના ઘરમા પ્રવેશ કરી આરોપીએ ફરીયાદીને ગાળો આપી ઝાપટ મારી તેમજ સાવેણીથી મારી તથા ફરીયાદીના ઘરમા તોડફોડ કરી નુકશાની કરી તેમજ બન્ને આરોપીઓએ ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ પોલીસે મહિલાની ફરિયાદ અંગે વધુ તપાસ હાથ ધરી છે.