માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના મોટી બરાર ગામમાં રહેતા ગુણંવતભાઈ માવજીભાઈ ખંડોલાની 19 વર્ષીય દીકરી સોનલ ગત તા. 11ના રોજ બપોરે 2-30 વાગ્યા આસપાસ પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર કયાક જતી રહેલ છે. આથી, પરિવારજનોએ તપાસ કરી હતી. પરંતુ કોઇ પતો મળ્યો ન હતો. આથી, ગઈકાલે તા. 12ના રોજ ગૂમસૂદાનાં પિતાએ માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. જેના આધારે હાલમાં પોલીસ દ્વારા યુવતીની શોધખોળ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સોનલ વાને ધઉ વર્ણ, ઉચાઈ સાડા ચાર ફુટ તથા પાતળો બાંધો, પંજાબી ડ્રેશ પહેરેલ છે.