સદભાવના હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા ડોકટર થયા કોરોનાથી સંક્રમિત : આ ઉપરાંત, રવાપર રોડ પર રહેતા યુવાનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો : સોમવારના નવા 3 કેસ સાથે મોરબી જિલ્લાનો કોરોના કેસનો કુલ આંકડો થયો 124 મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રવિવારે રેકર્ડબ્રેક 19 કેસ બાદ સોમવારે વધુ 3 નવા કેસ નોંધાયા છે. જેમાં કોરોના વોરિયર્સ ડોક્ટરો કોરોનાની ઝપટે ચડી ગયા છે. સોમવારે સવારે સાવસર પ્લોટમાં રહેતા વૃદ્ધ ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મોરબીના મહિલા ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત રવાપર રોડ રહેતા યુવાનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 124 થઈ ગઈ છે. સોમવારે સવારે પ્રથમ સાવસર પ્લોટમાં રહેતા અને જેઇલ રોડ પર ક્લિનિક ધરાવતા ડો.હરગોવિંદભાઈ જમનાદાસ પારેખ(ઉ.83)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે વધુ એક ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં મોરબીની સદભાવના હોસ્પિટલમાં ફરજ બજાવતા અને મોરબી શહેરના કન્યા છાત્રાલય પાછળ આવેલી વિઠ્ઠલનગર સોસાયટીમાં બ્લોક નં.32માં રહેતા ડો.કાજલબેન ગીરીશભાઈ મોરડીયા (ઉ.28)નો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આમ હવે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ડોક્ટરો પણ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. જે ચિંતાનો વિષય છે. આ ઉપરાંત મોરબી શહેરના રવાપર રોડ ઉપર સાનિધ્ય પાર્ક સોસાયટીમાં આવેલા ઋત્વિક હાઇટ્સમાં રહેતા તરુણકુમાર ગણેશભાઈ પટેલ (ઉ.32)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો હતો. આરોગ્ય સહિતના વિભાગો દ્વારા કન્ટેનમેન્ટ ઝોન અને સર્વે સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 13 જુલાઈ, સોમવારે નોંધાયેલા નવા કોરોના કેસની વિગત 1) મોરબી શહેર, સાવસર પ્લોટ-9 : ડો. હરગોવિંદભાઇ જમનાદાસ પારેખ (ઉ.83) 2) મોરબી શહેર, કન્યા છાત્રાલય પાછળ, વિઠ્ઠલનગર સોસાયટી, બ્લોક નં.32 : ડો.કાજલબેન ગીરીશભાઈ મોરડીયા (ઉ.28) 3) મોરબી શહેર, રવાપર રોડ, સાનિધ્ય પાર્ક સોસાયટી, ઋત્વિક હાઇટ્સ : તરુણકુમાર ગણેશભાઈ પટેલ (ઉ.32) મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/