મોરબી : મોરબી તાલુકાના થોરાળા ગામ નજીક કારચાલકે હડફેટે લેતા બાઇકચાલક ઈજાગ્રસ્ત થયા હતા. આથી, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બાઇકચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 11ના રોજ થોરાળા ગામ નજીક સફેદ કલરની મારૂતી કંપનીની અલ્ટો રજી.નં.જીજે-૧૦-એપી-૪૦૫૭ ના ચાલકે સતીષભાઇ પ્રભુભાઇ મારવાણીયા (ઉ.વ.૪૧, ધંધો.ખેતી, રહે.રાજપર ગામ)ના મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-કે.એ.-૮૯૭૧ને હડફેટે લીધું હતું. આ અકસ્માતમાં સતીષભાઈના હાથ તથા પગના ભાગે ફેકચર જેવી ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે બાઇકચાલક સતીષભાઈની કારચાલક સામે ફરિયાદ નોંધી હતી. તેમજ પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.