હળવદ : હળવદ તાલુકાના કવાડીયા ગામમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝબ્બે કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 18,400 જપ્ત કરવામાં આવ્યા હતા. ગત તા. 11ના રોજ હળવદ પોલીસ દ્વારા કવાડીયા ગામમાં નવી આંગણવાડી પાછળ રસ્તામા જાહેરમા જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 18,400 કબ્જે કરવામાં આવ્યા હતા. આ બનાવમાં ધીરૂભાઇ ઉર્ફે ધીરજભાઇ મોતીભાઇ કણજરીયા, મહેશભાઇ ખીમાભાઇ રાતૈયા, રમેશભાઇ રૂપાભાઇ અઘોલા, વિનોદભાઇ દેવશીભાઇ રાતૈયા, ખોડાભાઇ ઘનશ્યામભાઇ દાદરેચા તથા વનરાજભાઇ મનસુખભાઇ શીહોરા સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.