મોરબી : મોરબી શહેરના અને શહેરને જોડતા તેમજ સીરામીક ઝોનના અનેક જાહેર રોડ ઉપર ટ્રાફિકજમની સમસ્યાઓ કાયમી બની ગઈ છે. જેમાં આજે મોરબીના પીપળી રોડ પર બેલા ગામથી પીપળી ગામ સુધી આજે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ટ્રાફિકજામમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા. જોકે ભારે વાહન ઘસારો ધરાવતા બેલાથી પીપળી ગામના રોડ ઉપર આજે ટ્રાફિકજમ થયા બાદ રોડની બન્ને બાજુએ લાંબી વાહનોની કતારો લાગી હતી અને ટ્રાફિકજામને કારણે વાહનો એકદમ કાચબા ગતિએ ચાલતા નિધારીત સ્થળે સમયસર પહોંચવા માંગતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને ખાસ્સો સમય ટ્રાફિકજામ રહેતા વાહન ચાલકો હેરાન થઈ ગયા હતા. જોકે બેલાથી પીપળી ગામ વચ્ચે વારંવાર ટ્રાફિકજમ થતો હોવાથી સંબધિત તંત્ર આ અંગે યોગ્ય પગલાં ભરે તેવી વાહન ચાલકોએ માંગ ઉઠાવી છે.