મોરબી : મોરબી તાલુકાના બેલા ગામમાં બે શખ્સોને વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. ગઈકાલે તા. 10ના રોજ બેલા ગામના બસસ્ટેન્ડ પાછળથી મનીષભાઇ મનહરગીરી ગૌસ્વામી (ઉ.વ.૨૭, ધંધો મજુરી, રહે.ખરેડા, રામજી મંદિરની બાજુમાં તા.જી.મોરબી) તથા તોફીકભાઇ અલારખાભાઇ શાહમદા (ઉ.વ.૩૦, ધંધો મજુરી, રહે.ગ્રીનચોક કુબેરનાથ શેરી, મોરબી)ને વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ગેરકાયદેસર રીતે વેંચાણ કરવાના ઇરાદે કાળા કલરના થેલામાં રાખેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની શીલપેક બોટલો નંગ-2, કિ.રૂ. 1,040 જપ્ત કરી છે. પોલીસે આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.