પોલીસ દ્વારા ચોરની શોધખોળ ચાલુ મોરબી : મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામ નજીક લોડીંગ પોઇન્ટ પર મુકાયેલા ટ્રકની ચોરી થઇ ગઈ હતી. હાલમાં પોલીસ દ્વારા ચોરની શોધખોળ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબી તાલુકાના વનાળીયા ગામના રહેવાસી જાહિદ યાકુબ સુમરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે ગત તા. 9 ના રોજ તે ટ્રક જીજે-36-વી-5054 (કિ.રૂ. 11 લાખ) ગોર ખીજડીયા ગામે આવેલ કિશાન પાઈપ કારખાનામાં પાઈપ ભરવાનો હોવાથી લઈને ગયો હતો અને કારખાનાની ખુલ્લી જગ્યામાં બપોરે ગાડી લોડીંગ પોઈન્ટ પર મુકીને જમવા ગયો હતો. ત્યારે બપોરે અઢી વાગ્યા આસપાસ કારખાનાના માલિક અનિલભાઈ પટેલનો ફોન આવ્યો અને તમારી ગાડી જોવામાં આવતી નથી. આ ટ્રક ફરિયાડી લોડીંગ પોઈન્ટ પર મુકીને ગયો હતો. બાદમાં ટ્રક અંગે તપાસ કરવા ગયા હતા પરંતુ ટ્રક મળી ના હતી. હાલમાં પોલીસ દ્વારા આ બનાવની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ ચોરની શોધખોળ કરવામાં આવી રહી છે.