સોશિયલ મીડિયામાં વહેતા થયેલા લોકડાઉનના સમાચારોને પગલે રાજ્ય સરકારે જાહેર કરી સતાવાર માહિતી મોરબી : રાજ્યમાં ફરી લોકડાઉન અમલમાં આવવાના સમાચારો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. જે અંગે આજે સીએમઓએ સ્પષ્ટતા કરીને જણાવ્યું છે કે આ સમાચારો માત્ર અફવા છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે એવા જે સમાચારો વહેતા થયા છે તેમાં કોઈ જ તથ્ય નથી.મુખ્ય સચિવ દ્વારા કોઈ જ વીડિયો કોન્ફરન્સ આ વિષયે કલેકટરો સાથે કરવામાં આવી નથી. અને તેમની પાસેથી કોઈ અભિપ્રાય પણ આ બાબતે મેળવવામાં આવ્યા નથી. એટલે રાજ્યમાં લોક ડાઉન ફરી લાગુ કરવા અંગેના સમાચાર સત્યથી વેગળા છે.