હળવદ પોલીસની કાર્યવાહી: એક જ દિવસમાં પોલીસએ જુદી જુદી બે જગ્યાએ રેડ કરી જુગારીઓને ઝડપી લીધા હળવદ: શ્રાવણ માસના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જુગારીઓ અત્યારથી જ પટમાં આવ્યા હોય તેમ હળવદમાં જુગાર રમતા શખ્સો પોલીસના હાથે ઝડપાઇ રહ્યા છે ત્યારે આજે વધુ એક રેડ હળવદ પોલીસએ તાલુકાના સુસવાવ ગામે પાડી જુગાર રમતા છ શખ્સોને ૫૩૫૦૦ની રોકડ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ તાલુકાના સુસવાવ ગામે કુંભાર ઢોરે ચોકમાં જાહેરમાં અમુક પતા પ્રેમી પતે રમતા હોવાની બાતમી ચરાડવા બીટ જમાદાર અરવિંદભાઈ ઝાપડિયા અને સંજયભાઈ લકુમને મળી હતી જેથી પોલીસ જવાનો દ્વારા સુસવાવ ગામે રેડ કરતા જુગાર રમતા છ શખ્સો ઝડપાઈ ગયા હતા. પોલીસ દ્વારા જુગારના પટમાંથી ૫૩૫૦૦ની રોકડ સાથે આરોપી બાબુલાલ પટેલ રહે.સુસવાવ, મનસુખભાઈ પટેલ રહે. ઈશ્વરનગર, ધીરેનભાઈ પટેલ રહે.સુસવાવ ઉમીયાનગર, રાજેશભાઈ પટેલ રહે.ઈશ્વરનગર, નંદલાલભાઇ જોશી રહે.ઈશ્વરનર, ભરતસિંહ ચૌહાણ રહે. સુસવાવ સહી છ શખ્સોને હળવદ પોલીસ મથકે લઇ આવી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.