એફ્પો સંસ્થા, રેન્જ ફોરેસ્ટ વિભાગ તથા મોરબી અપડેટના સંયુક્ત ઉપક્રમે આયોજન ટંકારા : ટંકારામાં એફ્પો સંસ્થા, રેન્જ ફોરેસ્ટ વિભાગ તથા મોરબી અપડેટના સંયુક્ત ઉપક્રમે વુક્ષોનુ વાવેતર અને નિ:શુલ્ક વિતરણ કરવાનો કાર્યક્રમ આવતીકાલ તા. 11 ને શનિવારે સવારે ૯ થી ૧ યોજવામાં આવશે. જે ટંકારામાં શાક માર્કેટ પાસે દયાનંદ સરસ્વતી ચોક ખાતે રાખવામા આવશે. આ આયોજન અંગે ટંકારા રેન્જ ફોરેસ્ટ વિભાગના અધિકારી કુંડારીયાએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિમાં પર્યાવરણ માટે જાગૃતિ આવે એવા હેતુથી ફળાઉ ઔષધિ મુળ વાળા અને ફુલના રોપાઓનું વિતરણ કરવામાં આવશે. તો દરેક તાલુકા પંથકના લોકો લાભ લેવા અનુરોધ કર્યો છે.