પારેખ શેરી અને વસંત પ્લોટમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસની સદી થવા જઈ રહી છે. ગઈકાલે ગુરુવારે 8 કેસ બાદ આજે શુક્રવારે નવા 2 કેસ નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કુલ કેસનો આંકડો 80 પર પોહચી ગયો છે. શુક્રવારે બપોરે જાહેર થયેલા કોરોના કેસની મળતી વિગતો મુજબ દરબારગઢ વિસ્તારમાં આવેલી પારેખ શેરીમાં એક કેસ નોંધાયો છે. જેમાં પ્રભાબેન બાવલાલભાઈ આડેસરા (ઉ.85) નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત વસંત પ્લોટમાં પણ વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં વસંત પ્લોટ શેરી-11માં રહેતા નિલાબેન પંડિત (ઉ.62)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને દર્દી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. અને તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળેલ નથી. આજના આ બે નવા કેસ સાથે મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 80 થઈ ગયો છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/