મોરબીમાં 8 મીમી વરસાદ પડ્યો મોરબી : મોરબી જિલ્લામાં આજે ફરી મેઘસવારી આવી પહોંચી હતી. જેમાં આજે સાંજે 4 થી 6 દરમિયાન ટંકારામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે મોરબીમાં 8 મીમી વરસાદ પડ્યો હતો. અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળે છે. મોરબી જિલ્લામાં આજે સાંજે 4 વાગ્યે મેઘરાજે ધીમી ધારે હેત વરસાવ્યુ હતું. જેમાં એકમાત્ર ટંકારામાં એક ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. આ અંગે અમારા ટંકારાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ ટંકારામાં એકાએક અનરાધાર એક ઈંચ વરસાદ.પડ્યો હતો. જેમાં બપોર પછી અચાનક વાતાવરણ પલ્ટયુ હતું અને મેધરાજા વરસી પડ્યા પડ્યા હતા. ટંકારામા થોડા દિવસો પહેલાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી બાદ આજે શુક્રવારે બપોર બાદ વરસાદી વાદળી વરસી પડતા મામલતદાર કચેરી ખાતે 21 મીમી વરસાદ નોંધાયો છે અને અત્યાર સુધીનો કુલ 297 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે મોરબી શહેરમાં વરસાદ પડ્યો હતો. વરસાદના મોરબી જિલ્લા કંટ્રોલ રૂમે નોંધાયેલા આકડા મુજબ ટંકારામાં 21 મીમી, મોરબીમાં 8 મીમી, માળીયામાં બે મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે હળવદ અને વાંકાનેરમાં વરસાદ નોંધાયો ન હતો. હાલ વરસાદે વિરામ લીધો છે.