આરોપીઓ પાસેથી રોકડ રૂ. 13,000 જપ્ત કરાયા હળવદ : હળવદ તાલુકાના નવી જોગડ (રામેશ્વર) ગામમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 13,000 કબ્જે કર્યા છે. ગઈકાલે તા. 8ના રોજ પોલીસ દ્વારા નવી જોગડ (રામેશ્વર) ગામે રામજીમંદીર તરફ જવાના રસ્તે ખુણામા ખુલ્લામા સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં જુગાર છ શખ્સોને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 13,000 જપ્ત કરવામાં આવ્યા છે. આ બનાવમાં પોલીસે આરોપીઓ વનરાજસિંહ દેવુભા જાડેજા, બાબુભાઇ ચતુરભાઇ લોદરીયા, શિવાભાઇ ડાયાભાઇ લકુમ, પરબતભાઇ નાનજીભાઇ ઢવાણીયા, ગુગાભાઇ માવજીભાઇ મજેઠીયા તથા વિઠાભાઇ કાનજીભાઇ મુલાડીયાની અટકાયત કરવામાં આવી છે.