મોરબી : રાજકોટના નવરંગ નેચર ક્લબ તથા સહયોગ ફાઉન્ડેશન દ્વારા મોરબીમાં રવિવારે ફૂલછોડ તથા માટીના પાત્રોનું રાહતદરે વેચાણ કરવામાં આવશે. આ આયોજન આગામી તા. 12 જુલાઈના રોજ સવારે 8-30થી 1 વાગ્યા દરમિયાન સનાળા રોડ પર ડો. ભાડેસીયાના દવાખાના સામે, સરદાર બાગના ખૂણે કરવામાં આવનાર છે. જેમાં વિવિધ જાતના ફૂલછોડ, પૂઠાના ચકાલીઘર (5 રૂ.), મધ, પ્લાસ્ટિકના ચબુતરા (10 રૂ.), હાથ બનાવટના પાપડ, દેશી ઓસડીયા, એલોવેરા જેલ, હરડે પાવડર, સિંધાલુ મીઠું, આમળા, અરીઠા અને સીકાકાઈ પાવડર, અળસીનો મુખવાસ સહિતની વસ્તુઓનું રાહતદરે વેચાણ કરવામાં આવશે. ઉલ્લખનીય છે કે ખેડૂતો અને અન્ય લાભાર્થીઓ આ તમામ વસ્તુઓ વેચવા માટે લઈને આવે છે. તેને સંસ્થા દ્વારા જગ્યા અને પ્રચારની વ્યવસ્થા વિનામુલ્યે કરી આપવામાં છે. વધુ વિગત માટે મોરબીના રહીશ જીતુભાઇ ઠક્કર (મો.નં. 92285 83743)નો સંપર્ક સાધી શકાશે.