કોરોના પોઝીટીવ દર્દીઓની વધતી સંખ્યા સાથે મૃત્યુઆંકમાં પણ વધારો મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી છે. તેથી, કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતી જાય છે. તેવી પરિસ્થિતિ વચ્ચે ગઈકાલે નહેરૂગેટ વિસ્તારના કોરોનાગ્રસ્ત આધેડનું રાજકોટ ખાતે મોત નીપજ્યું છે. મોરબી જિલ્લામાં કોરોનાના કારણે થયેલું ચોથું મોત છે. આ અંગે આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ મોરબી શહેરના નહેરૂગેટ વિસ્તારમાં આવેલી સરવર્ષીય ગિયા શેરીમાં રહેતા 48 વર્ષીય રમણિકભાઈ પિત્રોડાનું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેઓનો ગત તા. 26 જૂનના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયેલ હતો. તેમજ તેઓ લાંબા સમયથી ડાયાબિટીસની બીમારીથી પીડિત હતા. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના દર્દીઓના મોતનો આંક 4એ પહોંચ્યો છે. મોરબી જિલ્લામાં કોરોનાના કેસ અને મૃત્યુઆંક વધી રહ્યો છે. ત્યારે મોરબીવાસીઓએ કોરોનાથી રક્ષણ મેળવવા સાવચેતી રાખવી આવશ્યક બને છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/