મોરબી : મોરબીમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે.જેમાં આજે બે કેસ નોંધાયા બાદ હવે વધુ ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.જેમાં મોરબીના માધાપર વિસ્તારના 65 વર્ષના વૃદ્ધ, ખરેડા ગામના 58 વર્ષના આધેડ તથા મોરબીના રવાપર રોડ પરની વિધુત પાર્ક શેરીમાં રહેતા 58 વર્ષના પુરુષ કોરોનાથી સંક્રમિત થયા છે. મોરબીમાં આજે વધુ ત્રણ કોરોનાના કેસ નોંધાયા છે. આ કેસની આરોગ્ય તંત્ર પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર જેમાં સિવિલ હોસ્પિટલ મોરબીમાથી લેવાયેલ સેમ્પલ પૈકી ના 2 રીપોર્ટ પોઝીટીવ જાહેર થયા છે. જેમાં મોરબીના માધાપરના 65 વર્ષ પુરુષ લાલજીભાઈ વેલજીભાઈ હડિયલ અને ખરેડા ગામના 58 વર્ષ પુરુષ ચંદુભાઈ નારશીભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને દર્દી હાલ સિવિલ હોસ્પિટલ મોરબીમા દાખલ છે. ગઈકાલે મોરબી જિલ્લાની વિવિધ આરોગ્ય સંસ્થા ખાતેથી કુલ 100 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 2 સેમ્પલ ટેકનિકલ કારણોસર રદ થયેલ છે. આ બે પોઝિટિવ કેસ સિવાઇના અન્ય તમામ સેમ્પલ નેગેટિવ આવેલ છે. ઉપરાંત, મોરબીના વિદ્યુત પાર્ક સોસાયટી-રવાપર વિસ્તારમા રહેતા 58 વર્ષના પુરુષ શાંતિલાલ હરિભાઈ કાસુન્દ્રાનું સ્ટાર સીનર્જી હોસ્પિટલ રાજકોટ ખાતેથી લેવાયેલ સેમ્પલ સુપ્રા ટેક અમદાવાદ તરફથી પોઝિટિવ જાહેર કરવામાં આવેલ છે. હાલ દર્દીની તબિયત સારી છે. આ ત્રણ કેસ નોંધાતા આરોગ્ય તંત્રએ તકેદારીના પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે મોરબી જિલ્લાના કુલ કેસ 63 થયા છે. મંગળવાર, 7 જુલાઈના રોજ મોરબી જિલ્લામાં નવા નોંધાયેલા કોરોના કેસની વિગત 1) મોરબી શહેર, વાવાડીરોડ, જીવન જ્યોત પાર્ક : અનુબેન સુરેશભાઈ ભાટિયા (ઉ.49) 2) મોરબી શહેર, 10-વસંત પ્લોટ, રવાપર રોડ : હિતેશભાઈ દયાલજીભાઈ રાણપરા (ઉ.43) 3) મોરબી શહેર , માધાપર વિસ્તાર : લાલજીભાઈ વેલજીભાઈ હડિયલ (ઉ. 65) 4) મોરબી તાલુકો, ખરેડા ગામ : ચંદુભાઈ નરસીભાઈ (ઉ.58) 5) મોરબી શહેર ,રવાપર રોડ વિદ્યુત પાર્ક સોસાયટી : શાંતિલાલ હરિભાઈ કાસુન્દ્વા (ઉ.58 ) મોરબી જિલ્લાના કુલ કેસ : 63 મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/