મોરબી : મોરબીમાં છેલ્લા ચાર દિવસથી કોરોનાના સંકર્મીતોની સંખ્યા વધી રહી છે. આથી, વધુ લોકો કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે ધાર્મિક સ્થળોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. જેમાં મોરબીના શંકર આશ્રમ મંદિર આવેલો ડંકો ભક્તો દર્શને આવે એટલે અચૂક વગાડે છે. પણ કોઈ જો કોરોનાથી સંક્રમિત હોય તો ડંકો વગાડવાથી અન્ય ભક્તો ઉપર સંક્રમિત થવાનું જોખમ વધી જતું હોવાથી સાવચેતીના ભાગરૂપે શંકર આશ્રમ મંદિરમાં ડંકાનો ટકોરો કાઢી નાખવામાં આવ્યો છે. આમ, મોરબીમાં કોરોનાનું સંક્રમણ વધતા મંદિરમાં સાવચેતી જોવા મળી રહી છે.