મોરબી : તાજેતરમાં કોરોનાથી સંક્રમિત થયેલા મોરબીના યુવા વયના તબીબ આજે કોરોનામુક્ત થયા છે. તેઓ આજે કોરોનાને મ્હાત આપીને ડિસ્ચાર્જ થયા હોવાનું જાણવા મળ્યું છે. મોરબીના રંગપર બેલા રોડ ઉપર કલીનીક ધરાવતા અને અવની ચોકડી વિસ્તારમાં રહેતા ડો. અંકિત અઘારા ઉ.વ. 25નો કોરોના રિપોર્ટ ગત તા. 30 જૂનના રોજ પોઝિટિવ જાહેર થયો હતો. જેઓએ આજે કોરોનાને મ્હાત આપી હોય સંપૂર્ણ સ્વસ્થ થઈને સિવિલ હોસ્પિટલમાંથી રજા મેળવી હોવાનું જાણવા મળ્યું છે.