મોરબી : મોરબીમાં યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ બિહારના વતની અને હાલ મોરબીના વાવડી રોડ પર આવેલ ક્રિષ્નાપાર્ક શેરી નં.૨ માં રહેતા રાકેશભાઇ જયરામભાઇ પાંડેએ ગઈકાલે તા.૬ ના રોજ તેના ઘરે કોઇપણ કારણોસર ગળેફાંસો ખાઇ જતાં તેનું મોત નીપજ્યું હતું. બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.