મોરબી : મોરબી સ્થિત મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં અનઅધિકૃત રીતે બેસતા નોટરીઓને દૂર કરવાની સાથે ગ્રાઉન્ડમાં ખડકાયેલા ગેરકાયદે છપરાઓનું પણ આજે તંત્ર દ્વારા ડીમોલેશન કરવામાં આવ્યું હતું. મોરબીની મામલતદાર કચેરીમાં નોટરીઓ ગ્રાઉન્ડમાં છાપરાઓ નાંખીને બેસવાનું શરુ કર્યું હતું. જો કે આ જગ્યા સરકારી હોવાથી નોટરીઓએ કરેલું છાપરાંઓનું બાંધકામ અનધિકૃત હોવાનું ઠેરવીને આજે તમામ છાપરાંઓનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન કોઈ વિરોધ ન થાય કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલિશન હાથ ધરાયુ હતું. ડેપ્યુટી કલેકટર એસ. જે. ખાચર ડિમોલિશનની આ કાર્યવાહી દરમ્યાન સતત ઉપસ્થિત રહ્યા હતા. [gallery ids='100683,100684']