મોરબી : મોરબીમાં માધાપર રેવન્યુ સર્વે નંબર 1275/2 તથા 1276/1 નું રહેણાંક હેતુસર થયેલ બીનખેતીમા વાણીજય હેતુની દુકાનોનું બાંધકામ નહી કરવા દેવા બાબતે ઓમ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ છે. આ લેખિત રજુઆતમાં રહીશોએ જણાવેલ છે કે મોરબીના પંચાસર રોડથી નાની કેનાલ રોડ ઉપર આવેલી ઓમ પાર્ક સોસાયટીની આજુબાજુ અને ચોતરફ રહેણાંક વિસ્તારની સોસાયટીઓ આવેલી છે. આ ઓમ પાર્ક સોસાયટીની સામે જ માધાપર રેવન્યુ સત્તાવાર રીતે બીનખેતી થયેલ છે. આ રહેણાંક હેતુ માટે બીનખેતી થયું છે અને તે યોગ્ય છે. પણ આ બીનખેતીના આગળના પ્લોટમાં સંયુક્ત રીતે દુકાનોનું વાણીજય હેતુસર આયોજન થઈ રહ્યું છે. જે દરેક રીતે ગેરકાયદેસર છે. આ 8થી વધુ દુકાનો છે. તેથી, રેરાના કાર્યક્ષેત્રમાં આવે છે. આ વિસ્તાર મોરબી-વાંકાનેર વિસ્તાર વિકાસ સતા મંડળના વિસ્તાર હેઠળ આવે છે. જ્યાં દુકાનોનું બાંધકામ કરી કાયદાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. આથી, આ દુકાનોનું બાંધકામ અટકાવવા માટે સ્થાનિકો દ્વારા અપીલ કરવામાં આવી છે.