જળાશયની ભરપૂર સપાટી ૪૪.૫ મીટર છે જ્યારે જળાશયની હાલની સપાટી ૪૨.૬૫ મીટર છે: ડેમ ૯૦% ભરાઈ ગયો હળવદ: હળવદ તાલુકામાં પાછલા બે દિવસથી હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુંદરગઢ પાસે આવેલ બ્રાહ્મણી- બે ડેમ મા વરસાદી પાણીના નવા નીર આવ્યા હતા જોકે આ ડેમમાં નર્મદાનું પાણી પણ આવતું હોય જેને કારણે હાલ ડેમની સપાટી ૪૨.૫ મીટર પર પહોંચી છે જેથી હાલ ડેમ ૯૦ ટકા ભરાઈ ગયો છે જોકે હવે વરસાદ આવશે તો ડેમના દરવાજા ખોલવામાં આવનાર હોય જેને કારણે નીચાણવાળા વિસ્તાર ના નવ ગામોને એલર્ટ કરાયા છે હળવદ પંથકમાં વરસેલા વરસાદને કારણે નદી નાળામાં નવા નીર આવ્યા છે જેને કારણે સુંદરગઢ પાસે આવેલ બ્રાહ્મણી-બે ડેમમાં પણ બે ફૂટથી વધુ પાણીની આવક નોંધાઇ છે જોકે આ બ્રાહ્મણી-બે ડેમમાં નર્મદાનું પાણી પણ ઠલવાતું હોય જેને કારણે આ ડેમની જળાશયની ભરપૂર સપાટી ૪૪.૫ મીટર છે જ્યારે હાલ ડેમની જળ સપાટી ૪૨.૬૫ મીટરે પહોંચી છે એટલે આ ડેમ ૯૦ ટકા ભરાઈ ગયો છે જેને કારણે જો હવે વરસાદ વરસે તો ડેમના દરવાજા ખોલવામાં આવનાર હોવાનું અધિકારી કે.જી લીંબડીયા દ્વારા જણાવાયુ છે જેથી ડેમના નીચેના ભાગમાં આવતા સુસવાવ, ટીકર, મીયાણી, મયુરનગર, માનગઢ, કેદારીયા, ચાડઘ્રા, માનગઢ, અજીતગઢ સહિતના નવ ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.