મોરબી જિલ્લામાં કોરોનાના કારણે મોતનો આંકડા 3 પર પોહચ્યો મોરબી : મોરબી જિલ્લામાં કોરોના પ્રસરવાની સાથે હવે ઘાતક પણ બની રહ્યો છે. આજે મંગલવારે મોરબીમાં કોરોનાથી વધુ એક દર્દીની સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જ્યારે આ ઉપરાંત મોરબીના વસંત પ્લોટમાં નવો કેસ નોંધાયો છે. મોરબી જિલ્લામાં કોરોના હવે વધુ મુશ્કેલીઓ સર્જી રહ્યો છે. જેમાં રોજના કેસની સંખ્યા વધવાની સાથે આજે સતત બીજા દિવસે કોરોનાગ્રસ્ત દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ગઈકાલે વાંકાનેરના અમરનાથ સોસાયટીમાં મહિલા વૃદ્ધનું રાજકોટ સારવાર દરમિયાન મોત નિપજ્યા બાદ આજે મંગળવારે મોરબી શહેરના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા કોરોનાગ્રસ્ત 75 વર્ષના વૃદ્ધ હાજી યાકુબ બુધિયાનું આજે રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જોકે તેમને સાથે અન્ય બીમારી પણ હતી. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના દર્દીના મોતનો આંકડો 3 થઈ ગયો છે. આ ઉપરાંત આજે મંગળવારે સવારે એક બાદ બપોર પછી વધુ એક કોરોના પોઝિટિવ કેસ વસંત પ્લોટમાં નોંધાયો છે. જે અંગેની મળતી વિગત મુજબ 10- વસંત પ્લોટ, રવાપર રોડ,મોરબીમાં રહેતા 43 વર્ષના યુવાન હિતેશભાઈ દયાલજીભાઈ રાણપરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓએ ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવ્યો હતો. તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળી નથી. આજે મંગળવારના નવા બે કેસની સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસનો આંકડો 60 થઈ ગયો છે. મંગળવાર, 7 જુલાઈના રોજ મોરબી જિલ્લામાં નવા નોંધાયેલા કોરોના કેસની વિગત 1) મોરબી શહેર, વાવાડીરોડ, જીવન જ્યોત પાર્ક : અનુબેન સુરેશભાઈ ભાટિયા (ઉ.49) 2) મોરબી શહેર, 10-વસંત પ્લોટ, રવાપર રોડ : હિતેશભાઈ દયાલજીભાઈ રાણપરા (ઉ.43) મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/