મોરબી : લોકડાઉન દરમ્યાન મોરબી જિલ્લામાં કોરોના સંદર્ભે નાગરિકો તરફથી ખૂબ જાગૃતિ દાખવવામાં આવતા કોઈ કેસ સામે આવ્યા ન હતા. પરંતુ અનલોક 1.0 અને 2.0 દરમ્યાન લોકો બેદરકાર બનતા અને અન્ય જિલ્લાઓમાંથી લોકોનું આવાગમન વધતા મોરબી જિલ્લામાં લગભગ રોજ કોરોનાના કેસ સામે આવતા જાય છે. આવા સંજોગોમાં રાત્રે 10થી સવારે 5 વાગ્યા સુધી ઘણા નાગરિકો કર્ફ્યુનો ભંગ પણ કરે છે ત્યારે સોમવારે જિલ્લામાંથી કર્ફ્યુનો ભંગ કરતા 15 નાગરિકો સામે પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. સોમવારે મોડી રાત્રે કર્ફ્યુ ભંગ બદલ મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનની હદમાંથી 1 યુવકને અયોધ્યાપુરી મેઈન રોડ પાસેથી, 52 વર્ષીય આધેડને શનાળારોડ પાસેથી, 35 વર્ષીય યુવકને શનાળારોડ પરથી, 43 વર્ષીય યુવકને ગ્રીનચોક પાસેથી, 28 વર્ષીય યુવકને નગર દરવાજા ચોક પાસેથી મોડી રાત્રે અટકાવી કોઈ ખાસ કામ વગર બહાર નીકળતા પોલીસે અટકાયતી પગલાં ભર્યા છે. જયારે બી. ડીવી. પોલીસ સ્ટેશનની હદમાંથી 29 વર્ષીય યુવક તથા 28 વર્ષીય યુવક, 30 વર્ષીય યુવક, 28 વર્ષીય યુવકને માળીયા ફાટક પાસેથી મોડી રાત્રે કર્ફ્યુનો ભંગ કરી નીકળતા અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. જયારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 27 વર્ષીય યુવકને ઢૂંવા ચોકડી પાસેથી તથા ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 45 વર્ષીય યુવક, 39 વર્ષીય યુવકને દયાનંદ પોલીસ ચોકીની સામેથી તથા 43 વર્ષીય યુવક તથા 40 વર્ષીય યુવકને ટંકારાની મુખ્ય બજારમાં કર્ફ્યુની અમલવારી દરમ્યાન ઓટલા પર બેસી ગપાટા મારવા સબબ તેમજ 41 વર્ષીય કર્ફ્યુ ભંગ બદલ કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરી અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. આમ જિલ્લામાંથી કુલ 15 લોકો સામે કર્ફ્યુ ભંગ બદલ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.