વાંકાનેર : મોરબી જિલ્લાના વાંકાનેર હાઇવે પર રાતાવિરડા ગામમાં આવેલ એક સિરામિક યુનિટમાં પાણીની કુંડીમાં પડી જતા પાંચ વર્ષીય બાળકીનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે. આ બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામમાં આવેલ એક સિરામિક યુનીટમાં પાણીની કુંડીમાં 5 વર્ષીય પ્રાચીબેન રાજેન્દ્રભાઈ ગાયકવાડ પડી ગઈ હતી. જેથી, તેમાં ડૂબી જવાથી બાળકીનું મૃત્યુ નીપજ્યું થયું હતું. બાદમાં તેના મૃતદેહને પી.એમ. માટે મોરબીની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનએ કાગળિયા વાંકાનેર તાલુકા પોલીસને મોકલ્યા હતા. હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.