છેલ્લા બે મહિનાથી યોજાતી બેઠકમાં અમને બોલાવવામાં આવતા નથી : સભ્યનો બળાપો ટંકારા : ટંકારામાં ફરિયાદ સંકલન સમિતિની બેઠકથી પદાધિકારીઓને દૂર રખાતા હોવાનો એક સભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં તેઓ દ્વારા એવું પણ જાહેર કરાયુ છે કે ઘણા પ્રશ્નો વર્ષોથી પડતર હાલતમાં છે જેનો કોઈ ઉકેલ આવ્યો નથી. ટંકારા ન્યાય સમિતિના ચેરમેન અને ફરિયાદ સંકલન સમિતિના સભ્ય મહેશ લાધવાએ જણાવ્યું છે કે મામલતદાર તંત્ર દ્વારા છેલ્લા 2 માસથી ફરિયાદ સંકલન સમિતિની બેઠક બોલાવવામાં આવી રહી છે. પણ તેમાં તેઓને જાણ કરવામાં આવતી નથી. હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોય અને તેમાં પણ ચોમાસાની સિઝન છે. ત્યારે પ્રજાના અનેક પ્રશ્નોથી પીડાય રહી છે. માટે યોગ્ય કાર્યવાહી કરવા તેઓએ પ્રાંતને રજુઆત કરી છે.