હળવદ : હળવદના ચરાડવા ગામે મસ્જિદ વાળી શેરીમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂ. 39 હજારની રોકડ સાથે ઝડપી પાડ્યા છે. જેમાં ભુપતભાઇ ચતુરભાઈ માકાસણા, દેવકૃષ્ણભાઈ ઉર્ફે દીપકભાઈ ગુણવંતભાઈ મહેતા, સતિષભાઈ વિનોદભાઈ મહેતા અને રોહિતભાઈ જનકભાઈ રાવલની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.