મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. સોમવારે બપોરે બે કેસ બાદ સાંજે 5 વાગ્યે બીજા બે કેસ સામે આવ્યા છે. જેમાં દરબારગઢ વિસ્તારમાં એક યુવાન અને એક બાળકના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે આજના 4 અને અત્યાર સુધીના કુલ 58 કેસ થયા છે. દરબારગઢ વિસ્તાર કોરોનાનો હોટપોસ્ટ બનતો જાઇ છે. આજે આ વિસ્તારમાં બે કેસ આવ્યા બાદ અત્યારે સાંજે 5 વાગ્યે વધુ બે વ્યક્તિના કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જે અગાવ પોઝિટિવ આવેલા વ્યક્તિના પરિવારના સભ્યો છે. જેમાં અત્યારે પોઝિટિવ આવેલ કેસની મળતી માહિતી મુજબ પારેખ શેરીમાં રહેતા 14 વર્ષના પાટડીયા વ્રજ મિહિરભાઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે અગાવ પોઝિટિવ આવેલા પાટડીયા શૈલેષભાઈના સંપર્કમાં આવ્યો હતો. જ્યારે બીજો કેસ જાની શેરીમાં રહેતા 31 વર્ષના આડેસરા તેજેન્દ્રભાઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમની પત્નીનો ગઈકાલે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. આજે સોમવારે કુલ ચાર કેસ નોંધાયા છે. અને વાંકાનેરના એક દર્દીનું મોત થયું છે. આ સાથે મોરબી જિલ્લાના કુલ કેસની સંખ્યા 58 થઈ ગઈ છે. આજે સોમવારે, 6 જુલાઈના રોજ મોરબી જિલ્લામાં નોંધાયેલા કોરોના કેસની વિગત.. 1) મોરબી શહેર, દરબારગઢ વિસ્તાર, સંઘવી શેરી : મહેશભાઈ જમનાદાસ ફિચડિયા (ઉ.60) 2) મોરબી શહેર, દરબારગઢ વિસ્તાર, સુથાર શેરી : પાટડીયા દીપાલીબેન શૈલેષભાઈ (ઉ.48) 3) મોરબી શહેર, દરબારગઢ વિસ્તાર, પારેખ શેરી : પાટડીયા વ્રજ મિહિરભાઈ (ઉ.14) 4) મોરબી શહેર, દરબારગઢ વિસ્તાર, જાની શેરી : આડેસરા તેજેન્દ્રભાઈ (ઉ.31) મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/