મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામમાં પોલીસે એક શખ્સને વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી પાડ્યો હતો. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 5ના રોજ પોલીસ દ્વારા જાબુડીયા ગામમાં ધર્મસીધ્ધી સોસાયટીના ગેઇટ પાસેથી સતીષભાઇ જગદીશભાઇ પાટડીયા (ઉ.વ. ૨૪, ધંધો મજુરી, રહે. જાબુંડીયા, ધર્મસીધ્ધી સોસાયટી)ને ગેરકાયદે પાસ, પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની શીલપેક બોટલો નંગ-૦૪, કિ.રૂ. ૧,૫૦૦/- સાથે પકડી પાડવામાં આવ્યો હતો. આરોપીએ વિદેશી દારૂની બોટલો વેંચાણ કરવાના ઇરાદે પ્લાસ્ટિકના બાચકામાં રાખી હતી. પોલીસે આરોપી સતિષભાઈ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.