મોરબી : મોરબી તાલુકા પોલીસે અણિયારી ગામે પ્લોટ વિસ્તારમાં જુગાર રમતા છ શખ્સોને પકડી પાડયા છે. જેમાં સંજયભાઈ હકાભાઈ સંઘાણીયા, રાજુ દીતીયાભાઈ રાઠવા, ચતુરભાઈ ઉર્ફે હકો મધુભાઈ ગડેસિયા, મગનભાઈ ગોરધનભાઇ ગડેસિયા, રઘુભાઈ અણદાભાઈ સિહોરા, દીનેશબજાઈ દેવાભાઈ ગડેસિયાને રૂ. 33,850ની રોકડ સાથે પકડી તેમની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.