પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના મોટા દહીંસરા ગામમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ હતી. હાલમાં પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. ગઈકાલે તા. 4ના રોજ માળીયા (મી.) મોટા દહીંસરા ગામમાં તલાવડી પાસે ફુલકુ નદીના કાંઠા વિસ્તારમાંથી ગેરકાયદે પાસ પરમીટ કે આધાર વગર દેશી પીવાનો દારુ ગાળવાનો આથો લીટર-૧૬૦૦, કિ.રૂ.૩૨૦૦/- તથા દેશી પીવાનો દારૂ લીટર-૧૦૦, કિ.રૂ.૨૦૦૦/- તથા અખાધ ગોળ ભરેલ ડબ્બા નંગ-૧૦, કિ- રૂ.૮૦૦૦/- તેમજ ભઠીના સાધનો મળી કુલ કિ.રૂ. ૧૩,૨૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા બનાવની નોંધ કરી રેઇડ દરમિયાન આરોપી જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા (રહે.મોટા દહીસરા) હાજર ના હોવાથી તેને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.